STORYMIRROR

Minakshi Jagtap

Inspirational

4  

Minakshi Jagtap

Inspirational

જાદુગર ધરતીપુત્ર

જાદુગર ધરતીપુત્ર

1 min
276

વાદળ મહી મીટ માંડી રાહ તાકતો ભૂમિપુત્ર,

વરસાદના છાંટા સ્વરૂપે મેળવે વરરૂપી છત્ર.


આકાશના કોરા કાગળ પર ઈશનું કઈક ચીતરવું,

જેને વાદલડી કહેતો ખેડુત ઝાકળ નું વરસવું.


વિશ્વને જીવાડે મેહનતની મોસમ થકી,

પુરુષાર્થ કરી સીમને હરિયાળી બનાવી.

 

તપતા સુરજની અસહ્ય ગરમીમાં કામ કરે ઉત્સાહથી,

આશાની કિરણોનો જોશ નિરાશાને ઓગળતી.


એક કણ દાણો હજારોમાં પરિવર્તન પામતો,

જાદુગર છે પુત્ર ધરતીનો ચમત્કાર બતાવતો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational