જાદુ
જાદુ
જાદુ તારા નયનનો કેવો કમાલ કરી ગયો
આંખોથી ઉતરી સીધો, હૃદયમાં ધમાલ કરી ગયો,
મલકતી રહી તું મોજથી
નજર ઢાળી પછી,
તીર તીરછી નજરનું તારી, અચૂક નિશાન સાધી ગયું,
જાદુ તારા નયનનો કેવો
કમાલ કરી ગયો,
મનડું મલક્યું ને હૈયું પણ
છલક્યું એવું કે,
પ્રેમનો વરસાદ હૃદય ભીતર
માવઠું બની પડી ગયો,
જાદુ તારા નયનનો કેવો
કમાલ કરી ગયો,
પ્રસરી સુગંધ મુજ પ્રેમની ચોતરફ એવી કે,
વનનો મોરલિયો સ્નેહભીનો થઈ ટહુકો કરી ગયો,
જાદુ તારા નયનનો કેવો
કમાલ કરી ગયો,
પાછા ફરતાં નાખી એવી મીઠડી નજર પલટીને
વિશ્વ અખાનો હરખ જાણે મુજ હૈયામાં છલકી ગયો,
જાદુ તારા નયનનો કેવો
કમાલ કરી ગયો,
હૃદય ચોરીને એવું લચકતી
ચાલી એ સ્વપ્નપરી
હૃદયસાગરમાં જાણે પ્રેમનો ન્યુક્લિઅર બૉમ્બ ફૂટી ગયો,
જાદુ તારા નયનનો કેવો
કમાલ કરી ગયો.

