ઇમાન
ઇમાન
જીવથીયે વહાલું મને મારું ઈમાન છે,
સ્વાભિમાનથી જીવવું એજ શાન છે,
ધન-દોલતને ખાતર કદી ન ઝૂકવું ગમે,
ગરીબીમાં પણ દોલત મારું ઈમાન છે,
જૂઠી વાહવાહી કદી મને ગમતી નથી,
સાચા લોકો પ્રત્યે મનમાં સદા માન છે,
સૂકી રોટી ખાઇનેય સ્વમાનથી જીવવું,
મંત્ર એજ સાચોને એજ મારું ગાન છે,
જેણે ઈમાન ખોયું એનુ જીવન નકામું,
ખુદની ઇજ્જતથી બીજુ કશું ન મહાન છે.
