STORYMIRROR

Pravin Maheta

Inspirational Others

4  

Pravin Maheta

Inspirational Others

ઇજ્જતથી

ઇજ્જતથી

1 min
15

હે માનવ હવે તારું મારું તું કરવાનું બંધ કર,

કોઈપણ લોકોના રાઝને ખોલવાનું બંધ કર.


જીવી લેજે ઈજ્જતથી ગુમાવવાનું બંધ કર,

દિલ સાફ રાખ તું કાવતરું ઘડવાનું બંધ કર.


કોઈ પરિવારો વચ્ચે વંડી ચણવાનું બંધ કર,

સમાજમાં વેરના બીજ છાંટવાનું બંધ કર.


રાત્રે ઉજાગરાઓ કરી જાગવાનું બંધ કર,

સાત જન્મનું પામવા તું ઝઝૂમવાનું બંધ કર.


પેટ માટે મજૂરી કરતાને ટાળવાનું બંધ કર,

કોઈ લોકોના માથે છાણા થાપવાનું બંધ કર.


કોઈપણને ધીમું ઝેર આપી દંશવાનું બંધ કર,

શીત સ્વભાવ રાખ આમ ધગવાનું બંધ કર.


જરૂર વિના લોકોને કાયમ નડવાનું બંધ કર,

કોઈની પારકી પંચાતમાં તું પડવાનું બંધ કર .


સભા યોજી ખોટી વાતો ફેંકવાનું બંધ કર,

શબ્દ ખૂટતા હોય તો તું બોલવાનું બંધ કર.


ચોરી લૂંટી તું પાપી પેટને ભરવાનું બંધ કર,

સજ્જનોને મૂકી દુર્જનને મળવાનું બંધ કર.


પ્રભુએ આપ્યું તો પછી તું રડવાનું બંધ કર,

પ્રેમ રાખજે સૌ પર નાહક લડવાનું બંધ કર.


દેશની જાગીર વેપારી બની વેચવાની બંધ કર,

'પ્રવિણ' યમદૂત સામે લડાઈ લડવાની બંધ કર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational