ઈશ્વર
ઈશ્વર
પ્રભાત - સંધ્યા રંગ ભરનાર,
ઈશ્વર તારો ચમત્કાર.
સમુદ્ર - આભ મળતો આભાસ,
ઈશ્વર તારો ચમત્કાર.
મનુષ્ય જીવ અર્પણ - લેનાર,
ઈશ્વર તારો ચમત્કાર.
અસંભવ પીડિત સારો થયો,
ઈશ્વર તારો ચમત્કાર.
કુદરતી ઝરણાં માં સંગીત,
ઈશ્વર તારો ચમત્કાર.
પાસે હોવાનો એહસાસ,
ઈશ્વર તારો ચમત્કાર.
મા ની મમતા, આશીર્વાદ,
ઈશ્વર તારો ચમત્કાર.
