STORYMIRROR

Shaurya Parmar

Inspirational Others

4  

Shaurya Parmar

Inspirational Others

ઈશ્વર પણ કેવો હરખાય છે.

ઈશ્વર પણ કેવો હરખાય છે.

1 min
29K


કાળાતે વાદળને દડદડતા જોઈ,

લાલ નેવાને કંઈક કંઈક થાય છે,

જોડે આવેલા ઓલા દેરામાં બેઠેલો,

ઈશ્વર પણ કેવો હરખાય છે,


ઝરમરથી પડતા ઓલ્યા ટીપાને જોઈ,

લીલા પાંદડાને કંઈક કંઈક થાય છે,

નીચે આવેલી ઓલી ધરતીમાં બેઠેલો,

ઈશ્વર પણ કેવો હરખાય છે,


ભીની તે કેડી ને ભીના તે રસ્તાથી,

ચારેકોર મ્હેક મ્હેક થાય છે,

પશુ,પંખી ને જીવજંતુમાં બેઠેલો,

ઈશ્વર પણ કેવો હરખાય છે,


સર્વત્ર આનંદ આનંદ છવાયો,

ને આ હૈયાને કંઈક કંઈક થાય છે,

હૈયાની મારી પા બેઠેલો જોને ઓલ્યો,

ઈશ્વર પણ કેવો હરખાય છે.



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational