ઈશની અદાલતમાં
ઈશની અદાલતમાં
સૌને સરખો ન્યાય મળે છે ઈશની અદાલતમાં.
ત્યાં સહુને હરિ સાંભળે છે ઈશની અદાલતમાં.
કર્મનું ફળ સારાનરસાંનું અચૂક અપાય પ્રત્યેકને,
નીતિમત્તાનાં ધોરણ સાંકળે છે ઈશની અદાલતમાં.
લાંચ રુશ્વત કે લાગવગને સ્થાન નથી લેશમાત્ર,
ચમરબંધીને પરસેવો વળે છે ઈશની અદાલતમાં.
સત્કર્મોના સહાયક બને છે સર્વેશ્વર સત્ય થકી,
પાપીઓનાં ત્યાં જીવ બળે છે ઈશની અદાલતમાં.
"કરો તેવું પામો" એ ન્યાય ત્યાં તોળાતો ત્રાજવાથી,
તલેતલનાં હિસાબો ત્યાં ફળે છે ઈશની અદાલતમાં.
