ઈંઢોણી
ઈંઢોણી


ઝીલ્યા અમે બેડાના ભાર વરસો લગી
પનિહારી શિર પર શોભે કોમળ કલગી,
સોના ઈંઢોણી રૂપા બેડલું ને માથે હેલ
કૂવા કાંઠે જળ ભરવા રાધિકા કરે પહેલ,
નમણી ડોક મારી ખોંચરી રાખે ખ્યાલ
મોતી ભરી હીર ઈંઢોણી મા સમ વહાલ,
ઘાસનું ગૂંથી કર્યું રૂડું ફીંડલું મૂક્યું શીશ
કામે કાજે ઉઢાણી વેંઢારે અમ આશિષ,
મૃદુ લીધું કપડું માએ મઢી ઈંઢોણી એક
મોતી જડ્યા મનથી સાસરે વળાવા છેક,
છાણના સુંડલા ધાન ઢગલા લીધા ઢેર
સોના ગરબો રૂપાની ઈંઢોણી મારે ઘેર,
બેડાના ભાર વરસો લગી ઝીલ્યા અમે
રાહ જોઈ થાકી ક્યાં ખોવાયા કાના તમે.