ઈચ્છાઓની પાંખે આભને અડવું
ઈચ્છાઓની પાંખે આભને અડવું
મારે તો આકાશે અલ્લડ રખડતાં વાદળને અડવું હતું.
પંખી બની આકાશમાં રખડવું હતું.
મારે તો આકાશે ચમકતા તારલા અને આ તેજસ્વી ચાંદ ને,
મળવું હતું.
વાદળ બની આકાશે ચઢવું હતું.
આ ચાંદના પ્રેમમાં પડવું હતું.
અઘરો છે જીવનનો દાવ,
તોય ખેલવું હતું.
ભલે ને હારી જાવ,
પણ હારીને ય જીતવું હતું.
મારે તો વાદળ ને અડકવું હતું.
પંખી બની આકાશે ઉડવું હતું.
દિલમાં દટાયેલા સપનાઓને લઈ આમ,
આકાશે ઊડવું હતું.
મારે તો આકાશને અડવું હતું.
થોડુક પંખી બની રખડવું હતું.
