STORYMIRROR

Hiten Patel

Tragedy Inspirational

3  

Hiten Patel

Tragedy Inspirational

હું

હું

1 min
220

મેં ક્ષણોને વેડફી દીધી છે,

અસ્તિત્વને ટકાવવા

અસ્તિત્વ સામે લડી રહ્યો છું !


હું ખલાસી ;

જિંદગીને હલેસા મારી 

સમયની થાપટો વચ્ચે જીવું છું !


પરિણામોની ચર્ચા કરતો નથી 

અને 

કેટલીક ઈચ્છાઓને પહેલેથી જ દફનાવી દઉં છું !


ઘણી વાર ખુદ મને જ 

ઝગડી પડીને મસલતો કરી લઉં છું !


અપેક્ષાઓ અને મોત સાથે 

મને કશી લેવા દેવા નથી 

એટલે 

હું દુનિયામાં ખૂબ જ ખુશ છું !


હું મને સાંભળી શકું છું 

કેમકે 

એક આંખથી દુનિયાને જોઉં છું 

અને બીજીથી 

ફક્ત મને જ !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy