હું યાદ કરી રહ્યો છું
હું યાદ કરી રહ્યો છું
વિરહની સરગમ વગાડી રહ્યો છું,
તારા વિના અધૂરો થઈ ગયો છું,
વિરહ તારો સહેવાતો નથી વાલમ,
તુજને દિલથી હું યાદ કરી રહ્યો છું.
તારી મુલાકાતને વાગોળી રહ્યો છું,
પ્રેમના તરાના ગણ ગણી રહ્યો છું,
સૂરત તારી ભૂલાતી નથી વાલમ,
તુજને દિલથી હું યાદ કરી રહ્યો છું.
તારા ગયા પછી એકલો થઈ ગયો છું,
ચાર દિવાલો વચ્ચે કેદ થઈ ગયો છું,
સૂનુ લાગે છે આ ઘર મુજને વાલમ,
તુજને દિલથી હું યાદ કરી રહ્યો છું.
તારા મધુર મિલન માટે તડપી રહ્યો છું,
તારા પ્રેમમાં ભીંજાવા તરસી રહ્યો છું,
હવે ન વાટ જોવડાવીશ મુજને વાલમ,
તુજને દિલથી હું યાદ કરી રહ્યો છું.

