હું સ્ત્રીનો પરીચય આપું કેમ !
હું સ્ત્રીનો પરીચય આપું કેમ !
હું સ્ત્રીનો પરીચય આપું કેમ !
એ છે લજામણી તણા પાંદડા
અડકો તો કરમાઈ જાય,
ફરી હતા એવા થઈ જાય
હું સ્ત્રીનો પરીચય આપું કેમ !
મારે પારીજાત એ માટે થાવું પડે,
ચંપાના ફૂલડા સુંઘવા પડે,
સ્ત્રીનો દ્રોહ અને એની ઘૃણા,
વેદના અફાટ એ સહન કરે,
છતા એને દુઃખ નથી,
નથી એનો કોઈ દેશીહિસાબ,
હું સ્ત્રીનો પરીચય આપું કેમ !
એમની દુઃખભરી ચીસોની
પોતાના જ ઝરણાંમાં,
આંસુઓની નાવ મુકી
"હું" હોવાનું એને સુખ નથી,
હું સ્ત્રીનો પરીચય આપું કેમ !
નથી એ મદારીના ખેલનો અંશ,
કે નથી કોઈ નાટકના પાત્રનો અંશ,
નથી કોઈના દિલડાની ભક્તિ,
કે નથી માત્ર એક શૃંગારરસ,
હું સ્ત્રીનો પરીચય આપું કેમ !
સ્ત્રી એ સ્ત્રી છે,
હું સ્ત્રીનો પરીચય આપું કેમ !
