હું શું કરૂં ?
હું શું કરૂં ?
મારા નયનોમાં રોજ નજરે આવે છે તું,
મુજને રાત્રીએ સપનામાં સતાવે છે તું,
મારા મનને ખૂબજ બૈચેન કરે છે તું,
મુજને રૂબરૂ તું ન મળે તો હું શું કરૂં ?
મુજને જોઈને તુરત મુખ ફેરવી લે છે તું,
મુજને સામી મળે તો રસ્તો બદલે છે તું,
મારો દર્દ ભર્યો સાદ સાંભળતી નથી તું,
મુજને મવાલી સમજે તો હું શું કરૂં ?
મારા પ્રેમનો તરાનો સાંભળતી નથી તું,
મારા પ્રેમનો મધુર રાગ બનતી નથી તું,
મારી દિલ સાથે તાલ મેળવતી નથી તું,
મુજને નફરત તું કરે તો હું શું કરૂં?
મારા પ્રેમની કબૂલાત સાંભળતી નથી તું,
મારા પ્રેમના ધોધમાં ભીંજાતી નથી તુ,
મારા પ્રેમ ઉપર વિશ્ચાસ કરતી નથી તું,
મુજને પ્રેમમાં તું તડપાવેતો હું શું કરૂં ?
મુજને દરેક જગ્યાએ રોજ દેખાય છે તું,
મારા તન અને મનમાં લહેરાઈ રહી છે તું,
દોડીને તું મારા દિલમાં સમાઈ જા "મુરલી",
મારા પ્રેમને તુ ન સમજે તો હું શું કરૂં ?

