STORYMIRROR

અજય પરમાર "જાની"

Inspirational Thriller Others

3  

અજય પરમાર "જાની"

Inspirational Thriller Others

હું પુરુષ છું

હું પુરુષ છું

1 min
150

હું પુરુષ છું,

જવાબદારીઓના ભાર સાથે દબાયેલો તો પણ અડીખમ ચાલતો હું પુરુષ છું,


લાગણીઓ મારી પણ દુભાય છે, તેમ છતાં એનો ડૂચો વાળીને પી જાવ છું કેમ કે હું પુરુષ છું !


જાહેરમાં ના રડી શકતો એકાંત ખૂણામાં એકાદ આંસુ પાડી લેતો કેમ કે હું પુરુષ છું !


કંઈક કેટલી ચિંતાઓ, વ્યથાઓનાં ભારણ સાથે વહેતો હું પુરુષ છું !

ક્યારેક કરમાવું તો પણ કોણ ધ્યાન આપે કેમ કે હું પુરુષ છું,


કોણ લખશે ? કોણ સાંભળશે મારી વ્યથા "અજય",

કેમ કે હું તો પુરુષ છું ને !           


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational