STORYMIRROR

Alpa Vasa

Inspirational

4  

Alpa Vasa

Inspirational

હું નદી

હું નદી

1 min
203

આમ તો રજકણ હતી, અમથી પડી હું પ્રેમમાં,

સૂર્યના અજવાસમાં, ખુદને જડી હું પ્રેમમાં,


હું નદી ને તું સમંદર, દોડતી આવી મળી,

ને પ્રણયમાં પૂર્ણતાની, થૈ કડી હું પ્રેમમાં,


સ્પર્શ એનો જ્યાં થયો, પ્રગટ્યા દીવા તનમન મહી,

ઝંખના કરતી રહી બસ, બે ઘડી હું પ્રેમમાં,


ચિનગારી શોધવા જ્યાં, રાખને ફૂંકી અને,

મેંશનું લાગ્યું કલંક મોઢે, રડી હું પ્રેમમાં, 


હું ને તું ના જયાં પળાયા’તા, ભરમ સ્વભાવમાં,

જે રચાયા ત્યાં વમળ, ને બાખડી હું પ્રેમમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational