STORYMIRROR

Hiten Patel

Inspirational Others

3  

Hiten Patel

Inspirational Others

હું મને શોધું છું

હું મને શોધું છું

1 min
256

જાત મારી ખોઈને હું મને શોધું છું !

બોલ મા ! નહીં તો માઠું લાગી જશે. 

કાગડાની આખી જાત કમાલ !

જાત મારી ખોઈને હું મને શોધું છું !


દરિયો આંખોમાં ઠાલવી રડવા બેઠો, 

ઊભો રે' ઘડીક ઠેસ વાગી જશે. 

બોલ મા ! સંબંધોના ઘર વચ્ચે એક દીવાલ !

જાત મારી ખોઈને હું મને શોધું છું !


નાહકની ચંદ્રની સુંદરતા ઝાંખી પાડવી નથી 

એક દિવસ થોભી જા, ફરવા લઈ જઈશ,

બોલ મા ! આવતી કાલે છે અમાસ !

જાત મારી ખોઈને હું મને શોધું છું !


ઈંઢોણી ઉપર આખ્ખે આખ્ખો કૂવો ઉપાડી 

એતો ચાલ્યાં રણને પાણી પાવા 

બોલ મા ! ઝાંઝવાને જળથી શું સહવાસ !

જાત મારી ખોઈને હું મને શોધું છું !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational