હું લાવી છું
હું લાવી છું
તારા જખમ માટે મલમ હું લાવી છું,
તારી હૂંફ માટે હૈયું નરમ હું લાવી છું,
કેવું અલૌકિક અનુપમ સૌંદર્ય છે તારું !
ગઝલ રચવા કાગળ ને કલમ હું લાવી છું,
જીવન તારું સુંદર સંગીતમય બનાવવા,
અદ્ભૂત સાત સૂરોની સરગમ હું લાવી છું,
તારા અપ્રતિમ, અદ્ભૂત રૂપને વ્યકત કરવા,
મહેફિલની શાન એવી નઝમ હું લાવી છું,
કમળ જેમ ખીલેલું રહે સદા તારું વદન,
એ માટે ખુશીઓની આખી આલમ લાવી છું.

