STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

હું ક્યાં કહું છું

હું ક્યાં કહું છું

1 min
375

હું ક્યાં કહું છું હરેક સમયે તારો સાથ આપ

પણ ઘડી બે ઘડી તો તારો સાથ આપ


હું ક્યાં કહું છું, ચાંદ સિતારા તોડી ને લાવ

બસ ફુરસદની બે ચાર પળો લઈ ને આવ


હું ક્યાં કહું છું, હીરા મોતી ઝવેરાત લઈને આવ

બસ પ્રેમ ભરી બે ચાર વાતો લઈને આવ


હું ક્યાં કહું છું, જિંદગી મારે નામ કરી દે

બસ જિંદગીની બે ચાર પળો મારે નામ કરી દે


હું ક્યાં કહું છું, મારી ઈચ્છાઓને પૂર્ણ કર

બસ તારા હસતા ચહેરાનું સ્મિત આપી દે


હું ક્યાં કહું છું, દરીયા જેટલો પ્રેમ કર

બસ ઝાકળ જેટલું વ્હાલ વરસાવી દે



Rate this content
Log in

Similar gujarati poem from Romance