હું કોડિયું છું
હું કોડિયું છું
તું ચાલતો રહે છે એ વાત સત્ય છે,
હું કોડિયું છું અમથું તું ખુદ પ્રકાશ છે,
પૂર્વથી પશ્ચિમની તારી સફર તો જો,
તારા જ અસ્તમાં તારો જ ઉદય છે.
અહીં ઊગતાને સૌ પૂજે એ વાત સત્ય છે,
તારા જવાને આવવાની વચ્ચે રાત છે,
તારા તેજથી જૂઓ ઇન્દ્ર પણ ડગે,
તારો જ અંશ જ્યારે ખુદ દાનવીર છે.
તારા જવાથી અહીં બધું અંધકાર છે,
ચંદ્ર ને તારાનું તેજ હેમખેમ છે,
ઘોડલે સવાર થઈને આવશે તું,
ખુદ અરુણ તારો રથ હાંકનાર છે.
નવીન જોમ ને નવીન ઊર્જા પામીશું,
અજ્ઞાનનો અંધકાર અમે દૂર કરીશું,
છે અમારી ઊર્જાનો તું એકલો દેનાર,
તારા થકી અહીં સૌ તને પામનાર.