હું કેટલો બદલાઈ ગયો છું
હું કેટલો બદલાઈ ગયો છું
કુદરતના સર્જનનોને ભૂલીને આજ,
હું ટેકનોલોજી ની રેસમાં લાગી ગયો છું.
હું કેટલો બદલાઈ ગયો છું !
ગામડાની સુંદર કેડીને ભુલીને આજ,
હું શહેરોની ટ્રાફિકમાં ફસાઈ ગયો છું.
હું કેટલો બદલાઈ ગયો છું !
જુની બાળપણની યાદોને ભૂલીને આજ,
હું ભવિષ્યના સપનાંઓમાં સમાઈ ગયો છું.
હું કેટલો બદલાઈ ગયો છું !