હું જ્યાં સુધી જીવું છું
હું જ્યાં સુધી જીવું છું
મસ્તક નહિ જુકાવું, હું જ્યાં સુધી જીવું છું,
પ્રણ આજીવન નિભાવું, હું જ્યાં સુધી જીવું છું,
પડકાર મેં લીધો છે, જો પાર ના કરું તો,
નજરો નહિ મિલાવું, હું જ્યાં સુધી જીવું છું.
અઘરી દરેક વાતો, સમજાય આપ સૌને,
એવુ કવન બનાવું, હું જ્યાં સુધી જીવું છું.
જીવી લીધું અમે તો, બે પળમાં આખું જીવન,
બસ ઉમ્ર આ વિતાવું, હું જ્યાં સુધી જીવું છું.
મુશ્કિલ ભર્યા સમયમાં, જોજે અવાજ દઈને,
જ્યાં હોવ ત્યાંથી આવું, હું જ્યાં સુધી જીવું છું.
જો ચૂકવી શકું ના, હું ઋણ આપનું પણ,
ઉપકાર ના ભુલાવું, હું જ્યાં સુધી જીવું છું.
મૃત્યુ પછી નહિ લઉં, હું આ જવાબદારી ,
પણ દિલ નહિ દુભાવું, હું જ્યાં સુધી જીવું છું.
