હું એટલે..
હું એટલે..


હું એટલે, મારામાં વિચારોનું મોટું જોળું,
કાયમ સાથે ફરતું મારી અંદર એક ટોળું,
મન કહે તું માન મારું, મગજ કહે હું સાચું,
એ હુંસાતુંસીમાં ભીંસાતું પારેવું મુજ ભોળું,
જીભ માંગે રોજ નીતનવુ, તીખું ને રસીલું,
પેટ કહે, બનાવજે તું મારા માટે તો મોળું,
આંખો મારી આંસુ સારે, હોઠે સ્મિત પહેર્યું,
આ બધામાં હું કેમ કરીને જાત મારી ખોળું ?
એક આંગળી ચીંધું ,ત્રણ થાય મારી બાજુ
કેવી રીતે નક્કી કરુંહું ? શું કાળું- શું ધોળું ?
કેટકેટલા વિરોધાભાસને ભેગા રાખી જીવું,
એ વિચારને વિચારતાં, હું આંખો મારી ચોળું.