STORYMIRROR

Sanket Vyas Sk

Drama

3  

Sanket Vyas Sk

Drama

હું એકાંતનો માણસ...

હું એકાંતનો માણસ...

1 min
518


હું એકાંતનો માણસ 

એટલે કોઇને ગમતો નથી,


હું જાત ઘસી નાખતો માણસ 

એટલે કોઇને ગમતો નથી,


અજાણ્યા પર વિશ્વાસ હું 

પોતાના જાણી મુકી દઉ છું,

હું સાચા બોલો માણસ 

એટલે કોઇને ગમતો નથી, 


અરે ખુશ રાખી હરકોઈને

દોસ્ત

રાત આખી હું રડતો,


હું લાગણીઓનો સાગર 

એટલે કોઇને ગમતો નથી,


ઉદાસીના વાદળ ઓગાળી 

સ્મિત સૌને આપું છું, 

હું રહું સદા મોજીલો

એટલે કોઇને ગમતો નથી, 


કોઇનો સાથ-સંગાથ આપવા

સૌથી પહેલા દોડુ છું,

અરે 

હું છું ખુદનો સથવારો 

એટલે કોઇને ગમતો નથી, 


કોઇનાં માટે પૈસો ખર્ચવા 

સૌ પહેલાં તૈયાર થાઉં છું,

રહું છું સૌના માટે 

એટલે કોઇને ગમતો નથી,


હરાવી પોતાની જાતને          

બીજાને જીતાડુ છું,

છતાં મોઢે રાખું છું મુસ્કાન 

એટલે કોઇને ગમતો નથી,

               

હું એકાંતનો માણસ 

એટલે કોઇને ગમતો નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama