હું બાળક છું મજાનું
હું બાળક છું મજાનું
હું છું બાળક નાનું નાનું
મને ગમે છે બહુ રમવાનું
હું બાળક છું મજાનું...
હું નિર્દોષતાથી છે ભરેલું
મને ગમે હસવું અને ભણવું
હું બાળક છું મજાનું...
હું નથી કોરી કોઈ પાટી
મને ગમે પ્રવૃત્તિ ગમે કરવી
હું બાળક છું મજાનું...
હું નથી દુનિયાદારી જાણતું
મને સંપથી રહેવું ગમતું
હું બાળક છું મજાનું.
