હત્યા
હત્યા
ફૂલોની કરી હત્યા અતર બનાવે છે,
વૃક્ષોની કરી હત્યા ફર્નિચર બનાવે છે,
ખેતરની કરી હત્યા બિલ્ડિંગો બનાવે છે,
જંગલની કરી હત્યા રિસોર્ટ બનાવે છે,
પ્રદૂષણ હવામાં ફેલાવી બીમારી નોતરે,
આ નદી સરોવર દરિયાને પ્રદૂષિત કરી,
જોખમ નોતરે,
આ હવા અને પાણી ને પણ પેક કરી વેચે માનવી,
મારું તારું કરી માનવતાની કરે હત્યા,
લૂંટી લઈ કોઈનું વિશ્વાસની કરે હત્યા,
દીકરી જાણે ગર્ભમાં કરે હત્યા,
દહેજ ને રિવાજના નામે માબાપના અરમાનોની કરે હત્યા,
સારું છે આકાશ પર માનવીનું કોઈ રાજ નથી,
ચાંદ સૂરજ ના પણ ભાગલા પાડી દેત આ માનવી,
પશ્ચિમી દેશોમાં આંધળા અનુકરણમાં,
સંસ્કાર અને ભાષાની કરે હત્યા,
લાંચ લઈ અયોગ્ય વ્યક્તિને આપે નોકરી,
યોગ્ય વ્યક્તિના અરમાનોની કરે હત્યા,
વિકાસના નામે વિનાશ વેરે પ્રકૃતિની કરે હત્યા.
