STORYMIRROR

Chaitanya Joshi

Inspirational Others

3  

Chaitanya Joshi

Inspirational Others

હરિમંદિર

હરિમંદિર

1 min
28.6K


જ્યાં માનવતાના વિચારો,

હશે હરિ એ મંદિર તારું.

દીનહીનને જ્યાં આવકારો,

હશે હરિ એ મંદિર તારું.


નહિ કૂડ કપટ જેનાં હૈયે,

જીવનમાં હોય સદાચારો,

વસે છે ઇશ ત્યાં એકધારો,

હશે હરિ એ મંદિર તારું.


છલકે સ્નેહ જેનાં નયનમાંને,

પરા વાણીના ઉચ્ચારો,

સોપાન માનવતાનાં ચડનારો,

હશે હરિ એ મંદિર તારું.


જનેજનમાં જે જનાર્દન પરખે,

એમાં ઇશ અણસારો,

સદા સત્યથી જેને હો પનારો,

હશે હરિ એ મંદિર તારું.


રક્તદાન, ચક્ષુદાનમાં રહે,

અગ્રેસર હંમેશાં જે થનારો,

વૃક્ષમાં વિભુને હો પરખનારો,

હશે હરિ એ મંદિર તારું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational