હરિહરનું મિલન
હરિહરનું મિલન
આયો આયો સાવન મહિનો,
હરિ હરનાં મિલનનો મહિનો.
કૃષ્ણ ઝૂલે અવનવા હિંડોળામાં,
શિવ સજે નિતનવા અભિષેકથી.
કૃષ્ણ સોહાય માથે રત્નજડિત મુગટથી,
શિવ સોહાય માથે જટાધારી ગંગાથી.
કૃષ્ણ રેલાવે વાંસળીથી પ્રેમનું સંગીત,
શિવ વગાડે ડમરુ, ઉદભવે ૐનો બ્રહ્મનાદ.
કૃષ્ણ સંગાથે વસે ગોપને ગોપીઓ,
શિવ સંગાથે વસે સદા ભૂતની ટોળીઓ.
કૃષ્ણ રંગાય ગુલાલની છોળોથી,
શિવ રંગાય સ્મશાનની ભસ્મથી.
ભક્તિ ને શક્તિ અર્પિ રાખો રંગમાં,
હરિ હરનાં મિલનમાં, હું આનંદમગ્નમાં.
