STORYMIRROR

Dr.Milind Tapodhan

Romance

4  

Dr.Milind Tapodhan

Romance

હૃદયરૂપી પ્રેમનું ગુલાબ

હૃદયરૂપી પ્રેમનું ગુલાબ

1 min
412

હૃદયને નીચોવી, શ્વાસમાં બોળી,

તારાં નામનો નવો જ રંગ લગાવ્યો..


ઢોળીને સપનાઓનાં અત્તરની શીશી,

તેનો દરેક ભાગ ખૂબ જ મહેકાવ્યો..


ખોલી દીધો મારો લાગણીનો ખજાનો,

જ્યાં હતી તું,માત્ર તું "અત્ર તત્ર સર્વત્ર "..


હૃદયને આપી એક ગુલાબનો આકાર,

અને મઢ્યો દરેક પાંદડી પર પ્રેમપત્ર..


તારી સાથે વિતાવેલાં સમયમાં લપેટી,

મેં ગુલાબને તારી પાસે મોકલાવ્યું..


સાંજે જયારે પાછું મળ્યું ગુલાબ ત્યારે,

સાથે તારા નાજૂક હોઠનું નિશાન આવ્યું..


બસ ત્યારથી છે બસ આનંદિત અને ખુશ,

મારાં પ્રેમનું, તારા એકરારનું હૃદયરૂપી ગુલાબ..


રહે છે મહેકતું, રહે છે ચહેકતું,

ફેલાવે છે આપણા "પ્રેમની સુગંધ" અમાપ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance