STORYMIRROR

Aniruddhsinh Zala

Thriller

3  

Aniruddhsinh Zala

Thriller

હૃદયમાં ઉમડતાં અરમાન

હૃદયમાં ઉમડતાં અરમાન

1 min
177

એક રચના કવિતા દિવસના નામ લખું છું 

હૃદયમાં ઉમટતાં અરમાન હું તમામ લખું છું,

વહેતી ધારાઓ સંગ વહેતી થઈને 

શુદ્ધ હૃદયથી જીવવાનાં અનેરા આનંદનો 

મીઠો મધુરો પયગામ લખું છું,

હૃદયમાં ઉમટતાં અરમાન હું તમામ.... 


મીરાની ભીતરની ગવાતી ધૂનમાં 

નરસૈયાની ભક્તિની છલકતી છોળોમાં 

પ્રેમ ભક્તિનો ભાવથી પયગામ લખું છું 

હૃદયમાં ઉમટતાં અરમાન હું તમામ.... 


નભમાં ટમટમતાં તારલાં નિહાળીને 

રાત્રે ચાંદ, દિવસે તપતો સૂર્ય નિહાળી 

 ભીતરે પ્રગટતો અનેરો ઉજાસ લખું છું 

હૃદયમાં ઉમટતાં અરમાન હું તમામ.... 


વિરહી ચકોર કેરા ઈંતઝારમાં 

કે તડપતાં કોઈ હૈયાની વિરહ આગમાં 

 ભીતરની તડપનો થતો અહેસાસ લખું છું

હૃદયમાં ઉમટતાં અરમાન હું તમામ લખું છું 

એક રચના કવિતા દિવસના નામ લખું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Thriller