હ્રદયે દયા રાખ
હ્રદયે દયા રાખ
હ્રદયે દયા રાખ, જીભ પર રાખ મીસરી,
મજબુરી સમજવી ઓરની ખોલીને આંખ તીસરી.
પ્રેમની પાવન વાટિકા છે, સંસાર આ,
ના કરજે કરણી, કદાપી તું છીછરી.
જમાનો તો છે દીવાનો, ના તું ભુલજે ઓ પ્રિયે,
રામાયણ, ભાગવત અને વાતો બધી એ ઈસરી.
હું તો બની ગોવાલડી, વહેંચુ મહી સારપનું,
પ્રેમના આ પંથ પર દસુ, માટે જ હું નીસરી.
