STORYMIRROR

Chaitanya Joshi

Classics Inspirational

3  

Chaitanya Joshi

Classics Inspirational

હૃદય...!

હૃદય...!

1 min
26.9K


દુનિયાદારીના દાવપેચથી સતત અકળાતું ડગલેને પગલે.

સ્વાર્થની સંકીર્ણતા દેખીને કેવું એ મૂંઝાતું ડગલેને પગલે. 


ભર્યા છે ભાવભંડારો એના પ્રત્યેક કોષની રચના વેળાએ,

એ તો આતમના અવાજને રે સંભળાવતું ડગલેને પગલે. 


કિન્નાખોરીને વૈરવૃતિ નથી વિષય આખરે એનો સદાકાળ, 

પરાકાષ્ઠાએ પ્રેમ પદારથને જે ઊભરાવતું ડગલેને પગલે. 


ધબકવુંને ટપકવું સાથોસાથ લાગણીઓને વસાવવી સદા, 

 પરિપૂર્ણ થઈને અશ્રબિંદુઓને ટપકાવતું ડગલેને પગલે. 


ખુદ પરમેશ પણ વાચા વિણ એની ભાષાને સ્વીકારનારા, 

કોઈ પ્રેમીજનને એ સમય પામી સમજાતું ડગલેને પગલે. 


હશે વાસ હરિનો અપેક્ષિત ઉરના કોઈ અગોચર ખૂણામાં, 

ગણતરીની મગજની વાતો થકી અકળાતું ડગલેને પગલે.


Rate this content
Log in

Similar gujarati poem from Classics