STORYMIRROR

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics

0  

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics

હૃદય આ તારે માટે રુવે

હૃદય આ તારે માટે રુવે

1 min
244


હૃદય આ તારે માટે રુવે, તોય ના સામે કેમ જુવે ?

નયન આ ચરણને તારાં ધૂવે, તોય ના સામે કેમ જુવે ?

માળામાં પંખી બેઠેલાં માતા સામે જુએ,

ઊડતી આવે માતા, પંખી જઇ સોડમાં સૂવે... હૃદય આ.

પનિહારી કૈં પાણી ભરતી વાતે વળગી ફૂવે,

પ્યાસી આવે પંથ તરત ત્યાં, તૃપ્ત થઇ મુખ લૂવે... હૃદય આ.

માતાનું શું આવું દિલડું, હાલે ના પીગળે,

પરમારથ એ કેવો, પીડા પરની જે ના હરે ?... હૃદય આ.

વાણી ગાયે ગુણ ને મનડું તારું ધ્યાન ધરે,

રોમ રોમ તુજને મળવાને આતુર થૈ ટળવળે... હૃદય આ.

પ્રકાશ છોડે સૂર્ય કદિક ને કાળતણો ક્રમ ફરે,

તારા વિણ તો પણ ના મુજને કો દી ચેન વળે... હૃદય આ.

'પાગલ' લોચન પ્રેમવારિમાં મીન સમાં વિહરે,

તૃપ્ત કરી દે પ્રકટી તેને, અરજી એ છે ખરે... હૃદય આ.

- શ્રી યોગેશ્વરજી


Rate this content
Log in

Similar gujarati poem from Classics