હોય નહિ !
હોય નહિ !
1 min
324
એટલું જીવન નિરસ કૈં હોય નહિ !
કષ્ટના સઘળા દિવસ કૈં હોય નહિ !
આંખ માંડો, રાહ અજવાળી જશે,
હોય જો હિંમત, તમસ કૈં હોય નહિ !
પ્રેમની પણ છે જુદી ભાષા અહીં,
વાતવાતે તો બહસ કૈં હોય નહિ !
લાગણીનું અન્ન ખાઓ પ્રેમથી,
ત્યાં લગીરે પણ કણસ કૈં હોય નહિ !
આમ 'સાગર' ખોલતો સાચી બિના,
જૂઠ જેવી ત્યાં ફરસ કૈં હોય નહિ !
-ફરસ-શિલા, તખતી
-કણસ-કણસલું.