STORYMIRROR

Drsatyam Barot

Inspirational

3  

Drsatyam Barot

Inspirational

હોળી જેવું લાગે

હોળી જેવું લાગે

1 min
27.6K


રંગે રંગો ભેગા ભળતાં, હોળી જેવું લાગે,

ફૂલે ફૂલે ભમરાં ફરતાં હોળી જેવું લાગે.

આંખો તારી કાજળ ઘેરી ઘૂંટે મીઠા શ્વાસે,

અંધારાને આજે દળતાં હોળી જેવું લાગે.

ગોરી ગોરી રાધિકાને કાળો કાળો કાન,

વાતે વાતે અમથાં લડતાં, હોળી જેવું લાગે.

અંતરમાં અજવાળાં થાતાં કાના તારા ફાગે,

કુંકુમ પગલાં ઉરમાં પડતાં, હોળી જેવું લાગે.

જાણે સૂરજ તારા ગળતાં અંધારાના રંગો,

ભેગા થઇ ને ગરબે રમતાં હોળી જેવું લાગે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational