હળવાશ ૩૧
હળવાશ ૩૧


જીવન ભલે જીવાય પણ, હળવાશ હોવી જોઇએ.
ક્ષણમાં બધું છોડી શકો, હળવાશ હોવી જોઈએ.
કંટકભરી છે જિંદગી, લીલાશ હોવી જોઇએ.
ને બોલવામાં ફૂલની, નરમાશ હોવી જોઇએ.
જીવી શકું ઓજસભર્યું, જીવન સદા સર્જન થકી.
આનંદની ક્ષણ માણવા, નવરાશ હોવી જોઈએ.
આ જીવનમાં પ્રેમની, મીઠાશ હોવી જોઈએ
હમસફર માટે પ્રીતની, લાલાશ હોવી જોઇએ.
જીવન રહે આ અલ્પ પણ, દર્પણ બનીને પ્રેમથી.
સંબંધમાં પણ શ્વાસની, હળવાશ હોવી જોઈએ.