STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

હકારાત્મક અભિગમ.

હકારાત્મક અભિગમ.

1 min
319

એણે તો રાહમાં રાખ્યા હતા પથ્થર,

પણ અમે તો પથ્થરની મુરત બનાવી,

પ્રખ્યાત શિલ્પી બની ગયા.


એને તો રાહમાં પાથર્યા હતા કંટક,

અમે એને સહારે ગુલશન સુધીપહોંચી ગયા.


એ તો મઝધારે છોડીચાલી ગયા.

પણ અમે તો મરજીવા બની,

મોતી હાસિલ કરી બેઠા.


એતો દુશ્મન સમજી આગ લગાડી ગયા,

જીવનમાં અમે તો ચોમેર પ્રકાશ સમજી,

જીવન ની કેડી કંડારી બેઠા.


જીવનમાં અમારા દુર્ઘટના સર્જવા,

તેઓ રસ્તાના પથ્થર બની બેઠા,

અમે તો એનેપગથિયાં સમજી,

આકાશની ઉંચાઈઓ સર કરી બેઠા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational