STORYMIRROR

Neha Desai

Drama

3  

Neha Desai

Drama

હજુ નડે છે

હજુ નડે છે

1 min
202

ઉત્તરાયણ પતી ગઈ, પણ દોરી હજુ નડે છે,

ફાટેલાં પતંગ પર, ચહેરાયેલું નામ, હજુ નડે છે !


ઢળતી સાંજ અને, આથમતાં સૂરજની લાલિમા,

વિતેલાં વરસોની, અમુલ્ય યાદ થઈ, હજુ નડે છે !


માસૂમ એ બાળપણ અને, નિર્દોષ એવું હાસ્ય,

કાગળની હોડી અને વરસાદ, થઈ હજુ નડે છે !


ખાટાં મીઠાં અનુભવો, અને સ્નેહનો સંગાથ,

જુદા જુદા ચહેરાંઓની, વિવિધ જાત થઈ, હજુ નડે છે !


ફૂલોની નજાકત અને, શબનમી એ પાંદડીઓ,

સુગંધ તારી, દિલ પર જખમ થઈ, હજુ નડે છે !


કદી 'ચાહત' તો કદી નફરતથી, જીવાય છે જિંદગી,

વિવિધતા સભર સ્વભાવ, માણસ થઈ, હજુ નડે છે !


Rate this content
Log in

Similar gujarati poem from Drama