હિંમત
હિંમત
કિસ્મતે આપેલા ઘાવ સહેવાની હિંમત છે,
જીવન અમૂલ્ય છે જેની અમોને કિંમત છે,
લાગણીની બાબતે થોડા કમભાગી રહ્યાં,
જીવવા માટે બે ચાર શ્વાસની જરૂરત છે !
ચાલવું પડે છે કાંટાળા પંથે એકલા રહીને,
દુઃખ સહીને કરવી પડતી એ જહેમત છે !
અવગણી છે તમે એને તો ગમ નથી મને,
મળે કોઈ એકાદને એવી મારી ચાહત છે !
વિશ્વાસ હતો નહીં ને માંગણી હતી સતત,
એથી હવે આપણી વચ્ચે બસ નફરત છે !
