STORYMIRROR

Falguni Rathod

Romance Inspirational

4  

Falguni Rathod

Romance Inspirational

હિંમત જરુર હતી

હિંમત જરુર હતી

1 min
282

દિલની ધડકન તારી પ્રીતની દિવાની જરૂર હતી,

બસ સાંજ ઢળે ને એમાં તારી કહાની જરૂર હતી.


મીઠડી વાતોમાં તારી મારી જુબાની જરૂર હતી,

પ્રેમતણા બાગોમાં મહેંકની ફૂલવારી જરૂર હતી.


પળને બાંધીને રાખવાની એમાં ખુમારી જરૂર હતી,

જોજન દૂર રહીને પણ મનડાંની જીત જરૂર હતી.


સમયનાં વહેણમાં અધૂરપની આવી ગંધ જરૂર હતી,

નિકટથી પરે જઈ ખામોશીઓ ભરપૂર જરૂર હતી.


હાથોમાં હાથ છોડીને કોઈ લત લાગેલી જરૂર હતી,

તૂટેલા દિલ પર પડેલી તિરાડોની ખીણ જરૂર હતી.


લાગણીની બજારમાં અછત વર્તાતી જરૂર હતી,

કો'ક ખૂણેથી વેદના ચીસ અસહ્ય પડી જરૂર હતી.


વિતેલા વર્ષોની બાદબાકીની ભરપાઈ જરૂર હતી,

પથ્થરમાં અંકુર ફૂટી નીકળશેની હિંમત જરુર હતી. 


Rate this content
Log in

Similar gujarati poem from Romance