હિન્દીનું ગૌરવગાન
હિન્દીનું ગૌરવગાન
હિન્દી છે દેશનું સ્વાભિમાન
હિન્દી છે આપણી અસ્મિતાની પહેચાન
સાથે મળીને હિન્દીનું વધારશું ગૌરવ
હિન્દી છે દેશની દિલેર દરવાન,
હિન્દીમાં છે સરસ મજાની લય
હિન્દીનો આવી રહ્યો છે સમય
સાથે મળીને હિન્દીનું વધારશું ગૌરવ
હિન્દી થકી છે દેશની એકતાનો ઉદય,
હિન્દી ભાષા છે સહુથી સુગમ
હિન્દી છે સંસ્કૃતિઓનો સંગમ
સાથે મળીને હિન્દીનું વધારશું ગૌરવ
હિન્દી છે દેશપ્રેમની સુરીલી સરગમ.
