હીર
હીર
એકમેકનું પારખી હીર,
હળીમળીને ખાઈશું ખીર...!
બતાવીશું જરૂરતે ખમીર,
મનની મિરાતે બની મીર..!
વખત પડે ફેંકાશે બહાદૂરીનાં તીર,
પાણી જરૂરતે દેખાડીયે એવા વીર...!
હોય હિમાલય કે ગરવો ગીર,
વહશે ગંગા જમનાં
તહેઝીબનાં નીર..!
પૂજીશું પીર કે ફકીર,
પણ સનાતન ધર્મ જ રહેશે મોરશિર..!
ભારતીય અમે ધંધે ધીર,
કાંપે વિશ્વ સાંભળી અમારી રીર..!
પાળીયે અમે કૂતરો
ને કીર,
અનેકતામાં એકતા
ગુણ સૌમાં થીર..!
અર્થ:
મિરાત-પૂંજી, દોલત
મીર-અમીર
તહેઝિબ- સભ્યતા, સંસ્કૃતિ
રીર-બૂમ
કીર-પોપટ
થીર- સ્થિર,અડગ
