STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Inspirational

3  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

હેતે રમાડ્યો ગોપાલો

હેતે રમાડ્યો ગોપાલો

1 min
212

વાહ ગોકુલ તારું કેવું રે ભાગ્ય મહા બલવાન

નારાયણ નાથ પધાર્યા તારે આંગણે થઈ મહેમાન

ભક્તિ તમારી ભાળી ભગવાને પ્રતાપી સરતાજ

પારણે આવી પોઢ્યો પરમેશ્વર, ઝૂલાવે જશોદા માત…વાહ ગોકુલ તારું…..

 

નિષ્કપટ મનડાં દેખી તમારાં, માખણ ચોરે સંગાથ

ભોળાની સાથે ભોળો અમારો, ગાયો ચારે નંદલાલ …. વાહ ગોકુલ તારું…

 

લાલા લાલાની રટ ગમે ને, આજ હરખે કૃપાળું કિરતાર

માતા જશોદાના વહાલે વીંધાઈ, થાંભલિયે બંધાયો દાતાર ….વાહ ગોકુલ તારું…

 

અનંત જન્મોના પુણ્યે પામીયા, પ્રગટ પ્રભુનો પ્યાર

રાધેની બંસરીના નાદે ખૂલ્યાં, વ્રજ વૃંદાવન ભાગ્ય….વાહ ગોકુલ તારું…

 

લેણદેણથી ના તોલાતો, મારો કામણગારો કાન

યમુના ઘાટે વહાલો વરસાવે, સ્નેહ સુધાનાં પાન….વાહ ગોકુલ તારું….

 

ધન્ય ધન્ય ગાય ગોપીઓ ઘેલી, હેતે રમાડ્યો ગોપાલ

જશોદાના લાલ જગના વહાલા, થાઓ ફરી મહેમાન

વાહ ગોકુલ તારું કેવું રે ભાગ્ય મહા બલવાન

નારાયણ નાથ પધાર્યા તારે આંગણે થઈ મહેમાન.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational