હે નારી તારી ગૌરવગાથા
હે નારી તારી ગૌરવગાથા
હે નારી તારી ગૌરવગાથા કયા કયા શબ્દોમાં ગાઉં..
હે નારી તારા રૂપ છે અનેક
હર રૂપે તારા ધરતી પર ઉપકાર અનેક
હે નારી તારી ગૌરવગાથા ક્યા ક્યા શબ્દોમાં ગાઉં ?
સીતા, અહલ્યાને તારા, મંદોદરી
પ્રાચીનકાળથી જ નારી તારી મહાનતા અનેરી
હે નારી તારી ગૌરવગાથા ક્યા ક્યા શબ્દોમાં ગાઉં ?
મનુબાઈ નામે મહાન તું ઝાંસીની રાણી
અંગ્રેજો સામે તું કદી ન મૂંઝાણી
હે નારી તારી ગૌરવગાથા ક્યા ક્યા શબ્દોમાં ગાઉં ?
સુનિતા વિલિયમ્સ ને કલ્પના ચાવલા
આકાશે ફરતા એ ધરતી પરના તારા
હે નારી તારી ગૌરવગાથા ક્યા ક્યા શબ્દોમાં ગાઉં ?
દ્રૌપદી મહાન નારી મહાભારતની
પાંડવો સંગ એ જગમાં પૂજાણી
હે નારી તારી ગૌરવગાથા ક્યા ક્યા શબ્દોમાં ગાઉં ?
આત્મનિર્ભર બનીને દરેક કામ જો કરે
દરેક ક્ષેત્રમાં હંમેશા એ સફળ બની દેખાડે