STORYMIRROR

Jn Patel

Inspirational

4  

Jn Patel

Inspirational

હે કૃષ્ણ

હે કૃષ્ણ

1 min
349

વારસામાં મળેલા ટહુકાને તું ટાંક,

કાં' તો મારી હૂંડી મને પાછી આપ,


ગેડી દડાની આ રમતને બંધ રાખ,

કાં' તો એ કાળીનાગને આજે નાથ,


ચાલ્યો છે તું ભલે મથુરાની વાટ !

આજ પછી ના કરતો કોઈ વાત,


કંસ જરાસંઘ ને પણ તું મારી નાખ,

ને તોય પાછો રાજનો મોહ ના રાખ,


રણમાંથી ભાગે તોય રણછોડ રાય,

એમાંય તું રાજનીતિજ્ઞ થઈને પૂજાય,


પાંડવોની પડખે ભલે ઊભો છે આજ,

ને ગીતાનું જ્ઞાન તોય 'જગત'ને કાજ,


હે કૃષ્ણ હે વાસુદેવ મુખે તારું નામ,

છૂટે 'જગત' ત્યાં સુધી કરીશ હું કામ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational