હે ઈશ્વર !
હે ઈશ્વર !
હે ઈશ્વર!
તે જ્યારે આ પોતાની દુનિયા બનાવી,
એમાં મારી પણ નાની સી દુનિયા વસાવી !
મળે હરપળ જિંદગી આ મારી છે ચાહત,
મંઝિલની રાહોંમાં ફૂલોની હોય રાહત !
તેજ તો મને 'રાજકુંવર' છે બનાવ્યો ,
મારા માટે જીવનગ્રંથ તું ગીતા પણ લાવ્યો !
મનમંદિરમાં તેજ તો એવો દીપક જલાવ્યો,
ભક્તિની શક્તિથી 'મનુષ્ય ગૌરવ' જગાવ્યો!
શાયદ ! હું ભુલું ક્યારેય પણ તને,
પણ તું ક્યારેય પણ ન ભૂલે મને !
હરહંમેશ થામ્યો છે તેજ તો હાથ,
મારી એકલતાના અહેસાસમાં સાથ,
ભાગ્યની રેખા તેજ તો બનાવીને બોઈ,
નેક કર્મથીજ હું રંગ ભરી લઉં કોઈ !
તારા-મારા મિલનની આશ મેં જડી,
ખુદ તું આવે મળવા એવી હોય એ ઘડી !