હદયના સાગરે
હદયના સાગરે
શાંત મનના ઓરડે સચવાય આજે યાદ જો,
ને હદયના સાગરે ભીંજાય આજે યાદ જો.
યાદનો એ કારવા જે શાંત બેઠો છે હવે,
દૂર બેસી અંતરે હરખાય આજે યાદ જો.
પુષ્પ એ યાદો બની સજતી રહી છે બાગમાં,
ફૂલ સમ ભાસે અને મ્હેકાય આજે યાદ જો.
યાદના એ જામ મયખાને અમે પીતા ગયા,
જામ સમ યાદો બની છલકાય આજે યાદ જો.
આજ યાદો યાદમાં ભદ્રા હવે ડૂબી ગઈ,
ને હદયનાઆંગણે અટવાય આજે યાદ જો.