STORYMIRROR

kusum kundaria

Inspirational

4  

kusum kundaria

Inspirational

હદય મારું...

હદય મારું...

1 min
353

'મા' તું જ્યારે ખમ્મા બોલી વહાલ કરે છે,

જાણે તન-મનની સઘળી પીડા તું હરે છે,


તારાથી દૂર રહીને પણ રોજ તને યાદ કરું,

સારા-નરસા હર પ્રસંગે તું મને સાંભરે છે,


જગમાં તારું સ્થાન છે સૌથી ઊંચુને અદકેરું,

ઇશ્વર પણ તારી કોખે કદી અવતાર ધરે છે,


ઘર આખું ખુરશખુશાલ થઇ જાય કેવું,

જ્યારે તારા ચહેરા પર મીઠું સ્મિત ફરકે છે,


તારા 'ખમ્મા' શબ્દમાં સારાયે બ્રહ્માંડનું સુખ પામું,

હદય મારું સદા તારા સ્નેહાળ સ્પર્શથી હરખે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational