STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Abstract Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Abstract Inspirational

હૈયે થાય આશાનો સંચાર

હૈયે થાય આશાનો સંચાર

1 min
12

રોજ ઊઠતાં જ જોઉં હું બારીની બહાર,

ખૂબસૂરત નજારો જોઈને સુંદર બને સવાર,


સવાર થતાં વૃક્ષો બને જાણે સંગીત સભા,

વૃક્ષો પર જોવા મળે પંખીઓની મોટી હાર,


ફૂલ પર મોજથી ગીતો ગાય આ ભ્રમર,

કરે એકબીજાને બેહદ બેપનાહ પ્યાર,


આ સરિતા ચૂમે જાણે સાગરનો ભાલ,

જોને કેવો આનંદ આપે ઝરણાનો ઝણકાર !


ઉદાસી, પીડા, હતાશા તો ક્યાંય દૂર ભાગે,

જોને હૈયે થાય કેવો આશાનો સંચાર !


કેવું અદ્ભૂત કુદરતી સૌંદર્ય બક્ષ્યું છે ઈશ્વરે,

નિહાળી પ્રકૃતિને માનવી સુખ પામે અપાર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract