હાથમાં હાથ
હાથમાં હાથ


હાથમાં જ્યારે તારો હાથ હોય જગ અનેરો ઉત્સાહ હોય,
નથી ખબર શું હોય પ્રીત પણ તું જ સઘળો વિશ્વાસ હોય.
સુક્કા છોડમાં જેમ ફુટી નિકળે નવી કુંપળ વસંત આગમને,
તારા વદનનુ સ્મિત જ મારા જીવતરનો બારેમાસ ફાગ હોય.
સમયનું ના હોય સાનભાન સમીર અથડાઈ વઢતો કાનોકાન,
હિલોળે ચઢે આભ સારસસારસી જોવો ભાસતો વ્હાલ હોય.
નૈનોથીનૈનોની ભાષાનો વાર્તાલાપ સાંભળતા બાગબાન હો,
અલગારી મુલાકાતનો દૌર રોમેરોમ અલૌકીક ખાસ હોય.
અદ્ભુત ક્ષણ સંયોગ ઘડ્યો લખ્યો ઈશે તારો મારો સંગાથ,
મોહનની મીરાંનો જાણે સાક્ષાત સાંજ ધર્યો અવતાર હોય.