હાથ
હાથ


જીવનની એ હસીન કોઈ વાત ના પૂછો,
પ્હેલી ઘડીની કોઈ મુલાકાત ના પૂછો,
જીવી હું એટલે જ ગયો આજદિન સુધી,
આ જિંદગી છે કોની એ સોગાત ના પૂછો,
સોહામણુ ને સુંદર પ્રભાત છે સામે,
કયાં પાછલી વિતાવી કોઈ એ રાત ના પૂછો,
સંઘર્ષવાળું જીવન છે આમરણ સુધી,
કયારે તે આવશે મને નિરાંત ના પૂછો,
પગ, હાથ, હૈયું હોય છે હર કોઈને અહીં,
માણસને કયારે કોઈ તેની જાત ના પૂછો.